સર્વ શિક્ષા અભિયાન અને આરટીઇના અમલ અંગે ૨૬મીએ સચિવ કક્ષાની બેઠક ..............!

  • સર્વ શિક્ષા અભિયાન અને આરટીઇના અમલ અંગે ૨૬મીએ સચિવ કક્ષાની બેઠક : મ.સ. યુનિ.ને ટુંકમાં સેન્ટ્રલ યુનિ.નો દરજ્જો મળશે.

  • કેન્દ્ર સરકારે અમલી બનાવેલા સર્વ શિક્ષા અભિયાન અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંગે રાજ્યોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વારંવાર રજૂઆતો થતી આવી છે, તેમ આજે ગુજરાતના શિક્ષણમંત્રીઓએ નવી દિલ્હીમાં કેન્દ્રીય એચઆરડી મંત્રી સ્મૃતિ ઇરાનીને મળી કેટલીક મહત્ત્વની રજૂઆતો કરી હતી. તેના પગલે કેન્દ્રીય મંત્રીએ તા.૨૬ ઓગષ્ટના રોજ નવી દિલ્હીમાં તમામ રાજ્યોના શિક્ષણ સચિવોની બેઠક યોજવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય મંત્રાલય વડોદરાની જાણીતી મ.સ. યુનિર્વિસટીને સેન્ટ્રલ યુનિર્વિસટીનો દરજ્જો આપે તેવા સંકેતો મળ્યા છે.

  • રાજ્યના શિક્ષણમંત્રી, રાજ્યકક્ષાના મંત્રીઓએ એસએસએ, આરએમએસએ અંગે સૂચનો કર્યા

  • શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સર્વ શિક્ષા અભિયાન(એસએસએ) અને રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (આરએમએસએ) થકી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ અભ્યાસમાં કેવી રીતે સુધાર લાવી શકાય તેના અંગે કેટલાક મહત્ત્વના સૂચનો કર્યા હતા. ચુડાસમાની સાથે ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, શિક્ષણ રાજ્યમંત્રી નાનુ વાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મંત્રીઓએ એસએસએ અને આરએમએસએમાં કેટલાક સુધારા કરવા માટે ભારપુર્વક વિનંતી કરી હતી.

  • ગુજરાતના જુદા જુદા જિલ્લા માટે આઠ જવાહર નવોદય વિદ્યાલયો મંજૂર કરવા, બાયોમેટ્રિક હાજરી પધ્ધતિ માટે કેન્દ્રીય સહાય, મોડેલ સ્કુલ્સ માટે પીપીપી મોડેલ, શાળાઓને માન્યતા, વર્ચ્યુઅલ ક્લાસરૂમ જેવા કાર્યક્રમોમાં કેન્દ્રીય સહયોગની રજૂઆત પણ કરી હતી. ચુડાસમાએ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ માટે ૭ ડીટીએચ ચેનલ્સ તેમજ તેને લગતો ટેકનિકલ સપોર્ટ, સાધનો તેમજ આર્થિકસહયોગ પૂરો પાડવા કેન્દ્રીય એચઆરડી મંત્રીને રજૂઆત કરી હતી. તેમણે મધ્યાહન ભોજન યોજનામાં સુધારો કરવા અને આ યોજનાને પોષણક્ષમ આહાર, કોલરીયુક્ત અને પ્રોટિનસભર આહાર સાથે જોડી દેવા માટે સૂચનો કર્યા હતા.

  • વૈશ્વિક શિક્ષણ સંસ્થાઓ સાથે સંલગ્ન એવી વડોદરાની મ.સ. યુનિર્વિસટીને સેન્ટ્રલ યુનિર્વિસટીનો દરજ્જો આપવા માટે કેન્દ્રીય એચઆરડી મંત્રાલયે ભારપૂર્વક વિચારવુ જોઇએ, તેમ ચુડાસમાએ ઇરાનીને રજૂઆત કરી હતી.

  • ઇરાનીએ આ માટે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, તેમના મંત્રાલય દ્વારા આ અંગે ગંભીરતાથી વિચારણા કરી નિર્ણય લેવાશે. એવા સંકેત મળે છે કે મ.સ. યુનિર્વિસટીને ટૂંક સમયમાં સેન્ટ્રલ યુનિર્વિસટીનો દરજ્જો મળશે. તેમણે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટિચર્સ એજ્યુકેશનને પણ કેન્દ્રની માન્યતા મળવી જોઇએ તેમ ઉમેર્યું હતું. આ જ રીતે આઇઆઇટીઇને નાણાકીય સહયોગ પણ આપવો જોઇએ

માસવાઇઝ પોસ્ટ