તમારી વોટ્સ એપ ચેટ ને અન્ય ફોનમાં કેવી રીતે ટ્રાન્સફર કરશો ?

તમારી વોટ્સ એપ ચેટ ને અન્ય ફોનમાં આ રીતે ટ્રાન્સફર કરો.
  વોટ્સ એપ પર યુઝર એવી ચેટ કરતા હોય છે જે તેમની યાદ હોય છે અને સાથે કોઈ ખાસ સંજોગોમાં પણ તમે તમારી આ યાદો ને ડીલીટ કરવા ઈચ્છતા નથી. ક્યારેક તમે નવો ફોન લેવા ઈચ્છો છો તો તેને ડીલીટ કરવું જરૂરી બની જાય છે. આ સમયે તમે આ ખાસ ટીપ્સને જાણતા હશો તો તમે તમારી વોટ્સ એપ ચેટ ને બચાવીને રાખી શકો છો. આજે અહિ એવી ટીપ્સની વાત કરવામાં આવી રહી છે જેની મદદથી તમે તેને અન્ય ફોનમાં ટ્રાન્સફર કરી શકો છો.

સૌ પહેલાં પોતાના જૂના મોબાઇલમાં ચેટ હિસ્ટ્રીનો બેકઅપ લો. તેના માટેવોટ્સઅપ ઓપન કરીને ચેટ સેટિંગ્સમાં જાઓ અને બેકઅપ કર્ન્વસેશન પર ક્લિક કરો. હવે બેકઅપ તૈયાર થઇ ગયું છે.


હવે તમારા જૂના મોબાઇલના યુએસબીની મદદથી કમ્પ્યુટરમાં કનેક્ટ થાઓ અને ડિવાઇસની ઇન્ટરનલ મેમરીમાં જઇને વોટ્સઅપ ફોલ્ડરમાં જાઓ.

તેમાં ડેટાબેસ ઓપ્શન પર ક્લિક કરો અને તેમાં કેટલીક ફાઇલ્સ સેવ હશેતેમાંથી કરંટ ડેટની ફાઇલ્સને કોપી કરો.

કોપી કરેલી ફાઇલ્સને કમ્પ્યુટરમાં પેસ્ટ કરો.

નવા મોબાઇલમાં વોટ્સઅપ ઇન્સ્ટોલ કરો પણ ધ્યાન રાખો કે વોટ્સઅપને ચાલુ ના કરશો.

નવા મોબાઇલમાં યુએલબીની મદદથી કમ્પ્યુટર સાથે કનેક્ટ થાઓ.

નવા મોબાઇલમાં વોટ્સઅપ ફોલ્ડરમાં ડેટાબેસ ફોલ્ડર દેખાશે. જો ફોલ્ડર ન હોય તો બનાવી દો.

આ ફોલ્ડરમાં ફાઇલ્સને કોપી કરો જેને કમ્પ્યુટરમાં સેવ કરી હતી.

નવા મોબાઇલમાં વોટ્સઅપ સ્ટાર્ટ કરો અને સાથે પોતાનો નંબર વેરિફાઇ કરો.ત્યારબાદ મેસેજ બેકઅપનું નોટિફિકેશન દેખાશે અને મેસેજ આવતાં રીસ્ટોર કરો.જ્યારે તમે રીસ્ટોર પર એન્ટર થાઓ છો ત્યારે તમારી દરેક જૂની ચેટ નવામોબાઇલમાં આવી જાય છે.

માસવાઇઝ પોસ્ટ