સ્વાઈન ફ્લૂ તમને ક્યારેય નહીં થાય, અપનાવો આ 7 ઘરેલૂ નુસખા

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી સ્વાઈન ફ્લૂએ કેટલાય લોકોના જીવ લઈ લીધા છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે. આ એક પ્રકારનો સંક્રામક રોગ છે. આ રોદ એન્ફ્લૂએન્ઝા એ વાયરસને કારણે થાય છે. આ પ્રકારનો વાયરસ મોટાભાગે ભુંડમાં જોવા મળતો હોય છે જેથી આને સ્વાઈન ફ્લૂ કહેવાય છે. સ્વાઈન ફ્લૂનો ચેપી વાયરસ એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.

સ્વાઈન ફ્લૂના લક્ષણ

સ્વાઈન ફ્લૂમાં 100 ડિગ્રીથી વધારે તાવ આવવો સામાન્ય છે. તેની સાથે શ્વાસ લેવામાં તકલીફ થવી, નાકમાંથી પાણી નિકળવું, ભૂખ ન લાગવી, ગળામાં બળતરા અને દુઃખાવો થવો, સાંધામાં સોજા આવવા, ઊલટી અને ડાયરિયા પણ થઈ શકે છે. જોકે સ્વાઈન ફ્લૂથી ડરવાની કે ગભરાવવાની જરૂર નથી કારણ કે કેટલીક તકેદારીથી આ રોગ પર કાબૂ મેળવી શકાય છે.

આગળ વાંચો સ્વાઈન ફ્લૂથી બચવા માટે સરળ ઘરેલૂ ઉપાય વિશે.......

આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે? તેનાથી બચવા આટલું કરો


સ્વાઈન ફ્લૂથી બચવા માટે ઘરેલૂ ઉપાય

જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય છે તેવા લોકોને આ રોગ ઝડપથી થાય છે. સ્વાઈન ફ્લૂથી પણ તે જ રીતે બચી શકાય છે જે રીતે આપણે સાધારણ ફ્લૂ કે શરદીથી બચીએ છીએ. જેથી તેનાથી બચવા માટે અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે કેટલાક ઘરેલૂ ઉપચાર કારગર સાબિત થઈ શકે છે. તમે ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલી સાવધાનીઓની સાથે આગળ જણાવેલા ઘરેલૂ ઉપાય પણ અપનાવી શકો છો.

તુલસી

ભારતીય ઘરોમાં તુલસી તો ખૂબ જ સરળતાથી મળી રહે છે. તુલસીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી વાયરલ એમ બન્ને પ્રકારના તત્વો હોવાથી તેનો ઉપયોગ ખાસ જડી બૂટ્ટી તરીકે પણ કરવામાં આવે છે. તુલસી કોઈની પણ રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકે છે. પરંતુ એવું ન કહી શકાય કે તુલસી સ્વાઈન ફ્લૂને એકદમ ઠીક કરી દેશે પરંતુ તુલસી એચ1એન1 વાયરસ સામે લડવામાં નિશ્ચિતપણે મદદ કરી શકે છે. જેથી તુલસીનો લાભ મેળવવા માટે દરરોજ સવારે તુલસીના પાંચ પાનને ધોઈને તેનું સેવન કરવું.

કપૂર

સ્વાઈન ફ્લૂથી બચવા માટે કપૂરનો પણ ઉપયોગ કરી શકાય છે. વયસ્ક લોકો કપૂરની ગોળીને પાણીમાં નાખીને તેનું સેવન કરી શકે છે. ત્યાં બાળકોને કપૂરના પાઉડરને બટાકા કે કેળામાં મિક્ષ કરીને આપવા જોઈએ. પરંતુ કપૂરના સેવન વિશે આ વાત ધ્યાનમાં રાખવી કે કપૂરનું સેવન દરરોજ ન કરવું. મહિનામાં એક કે બે વાર જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

ગિલોય

ગિલોય એક દિવ્ય ઔષધી છે. જેથી તે સ્વાઈન ફ્લૂ સામે રક્ષણ કરે છે. તેના માટે ગિલોયની એક લાંબી શાખાને, તુલસીના 5-6 પાન સાથે 10-15 મિનિટ સુધી ઉકાળો. ઠંડુ થઈ ગયા બાદ તેમાં થોડા કાળા મરી, સિંધાલૂણ મીઠુ અથવા કાળું મીઠુ મિક્ષ કરવું. આ ઉકાળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ચમત્કારિક રીચે વધશે. સાથે જ ગિલોય દરેક પ્રકારના તાવમાં ફાયદાકારક હોય છે. કોઈપણ આયુર્વેદિક દુકાન પરથી તમને આ ઔષધિ મળી રહેશે.


લસણ

લસણ એક શ્રેષ્ઠ ઔષધી છે એ વાત તો આપણે બધા જાણીએ જ છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વાઈન ફ્લૂ જેવા ચેપી રોગમાં લસણ ફાયદાકારક સાબિત થાય છે. જી હાં, લસણમાં રહેલા એન્ટીવાયરલ ગુણ આ રોગ સામે લડવા માટે પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરવામાં મદદ કરે છે. તેનો લાભ લેવા અને સ્વાઈન ફ્લૂથી બચવા માટે તમારે રોજ સવારે ખાલી પેટે નવશેકા પાણી સાથે બે લસણની કળી ગળી જવી. આવું કરવાથી તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે.


એલોવેરા

એક તરફ એલોવેરા એક લોકપ્રિય જડીબૂટ્ટી છે ત્યાં બીજી તરફ શરીરમાં ફ્લૂ સામે લડવાની તાકાતને પણ વધારે છે. એલોવેરાનો ઉપયોગ દવાઓ અને સૌન્દર્ય પ્રસાધનોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. આ સિવાય એલોવેરાનું સેવન વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો કરે છે જેથી વ્યક્તિને ચેપી રોગો સામે લડવાની તાકાત મળે. તેના માટે એલોવેરા જેલનું એક ચમચી પાણી સાથે ઉપયોગ કરવુ. આ માત્ર ત્વચા સુંદર નહીં બનાવતું પણ સ્વાઈન ફ્લૂની અસરને ઘટાડવામાં પણ કારગર સાબિત થાય છે.

વિટામિન સી

સામાન્ય રીતે એવું કહેવાય છે કે શરદીથી બચવા માટે બેસ્ટ રીત છે વિટામિન સીનું સેવન. જોકે સ્વાઈન ફ્લૂ માટે પણ આ કારગર સાબિત થાય છે. જેથી તમારા ભોજનમાં વિટામિન સીને સામેલ કરો. વિટામિન સી શરીર માટે એક જરૂરી પોષક તત્વ છે. આ સિવાય સ્વાઈન ફ્લૂ જેવા ચેપી રોગ સામે પણ વિટામિન સી રક્ષણ કરે છે. વિટામિન સી બધાં જ પ્રકારના ખાટ્ટા ફળો જેમ કે લીંબૂ, આમળા, દ્રાક્ષ, નારંગી વગેરેમાંથી ભરપૂર માત્રામાં મળી રહે છે.


હળદર

વર્ષોથી હળદરનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. હળદરમાં તેલનો ભાગ અને તેને પીળો રંગ આપનાર કરક્યુમિન હોય છે. કરક્યુમિનમાં અનેક ઔષધિય ગુણ હોય છે. આ સિવાય હળદરનો સૌથી મોટો ગુણ એ છે કે તેને ઉંચા તાપમાન પર ગરમ કરવા છતાં તેના ઔષધિય ગુણો નષ્ટ થતાં નથી.  નવશેકા દૂધમાં હળ મિક્ષ કરીને પીવાથી શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. આ સિવાય દરરોજ એક કપ દૂધમાં થોડીક હળદર મિક્ષ કરીને પીવાથી સ્વાઈન ફ્લૂ સામે રક્ષણ મળે છે.

માસવાઇઝ પોસ્ટ