જાણો ભારતના સૌથી પ્રાચીન ૧૦ કિલ્લાઓ અને તેની ખાસિયતો

Know About 10 Most Vintage Forts of India [ જાણો ભારતના સૌથી પ્રાચીન ૧૦ કિલ્લાઓ અને તેની ખાસિયતો ]

ભારત પ્રાચીન કિલ્લાઓ અને સ્મારકો માટે ફેમસ છે.  ભારતના પ્રાચીન કિલ્લાઓ અહીંના ગૌરવશાળી ઇતિહાસની ગાથાઓ વર્ણવે છે.  યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં ભારતનો વર્લ્ડ ફેમસ લાલ કિલ્લો અને આગ્રાનો ફોર્ટ સામેલ છે. આ બંને ફેમસ કિલ્લાઓ સિવાય પણ ભારતમાં એટલા બધા કિલ્લાઓ છે જે દેશના વારસા અને સમૃદ્ધિને દર્શાવે છે. આજે અહીં ભારતના કેટલાક કિલ્લાઓ અંગેની વાત કરીએ જેમાં દેશની ધરોહર સામેલ છે.

મેહરાનગઢ કિલ્લો 

મેહરાનગઢ કિલ્લો રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલો છેજે 500 વર્ષથી પણ પ્રાચીન અને સૌથી મોટો કિલ્લો છે. ખાસ્સી ઉંચાઇ પર સ્થિત આ કિલ્લાને રાવ જોધા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેમાં સાત ગેટ છે. પ્રત્યેક ગેટ રાજાના કોઇ યુદ્ધ જીતવાના સ્મારક તરીકે બનાવવામાં આવ્યો છે. આ કિલ્લામાં જાયાપોલ ગેટ રાજા માનસિંહે બનાવ્યો હતો. કિલ્લાની અંદર મોતી મહેલશીસ મહેલ જેવા ભવનો ખૂબ જ સુંદરતાથી સજાવવામાં આવ્યા છે. ચામુંડા દેવી મંદિર અને મ્યુઝિયમ આ કિલ્લાની અંદર જ છે. આ કિલ્લાનું મ્યુઝિયમ રાજસ્થાનનું સૌથી સુંદર મ્યુઝિયમ ગણાય છે. રાજસ્થાનને રોયલ પેલેસ અનેક કારણોથી કહેવામાં આવે છે. આ ટૂરિસ્ટ્સને સૌથી વધારે આકર્ષિત કરતું રાજ્ય છે. રાજસ્થાન પોતાના કિલ્લાઓ સિવાય થાર રણસુંદર સરોવરોનેશનલ પાર્ક અને રોયલ લાઇફસ્ટાઇલ માટે પણ પ્રખ્યાત છે. 

 લાલ કિલ્લોનવી દિલ્હી 

ભારતના સૌથી આકર્ષક અને ફેમસ કિલ્લો લાલ કિલ્લા તરીકે ઓળખાય છે. આ કિલ્લો દિલ્હીમાં આવેલો છેતેને મુગલ શાસક શાહજહાંએ બનાવ્યો હતો. આ કિલ્લાની દિવાલો લાલ પથ્થરોથી બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે તેને લાલ કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે,આ કિલ્લાની અંદર જોવાલાયક અનેક ચીજો છે. મોતી મસ્જિદદીવાન-એ-આમ અને દીવાન-એ-ખાસ જોવા માટે દરરોજ અસંખ્ય લોકો આવે છે. આ કિલ્લામાંપુરાતત્વિક મ્યુઝિયમ અને યુદ્ધ સાથે જોડાયેલી જાણકારી આપતું મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. આ ભારતની સૌથી મહત્વપુર્ણ હેરિટેજમાંથી એક છેજ્યાંથી દેશના પ્રધાનમંત્રી દેશના લોકોને સંદેશ આપે છે અને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. 

ગ્વાલિયર કિલ્લોમધ્યપ્રદેશ 

ગ્વાલિયરનો કિલ્લો રાણા માનસિંહ તોમરે મધ્યપ્રદેશમાં બનાવ્યો હતો. આ કિલ્લો ઐતિહાસિક સ્મારકોમાંથી એક ગણાય છેઆ કિલ્લાના આકર્ષણમાં સાસ-વહૂ મંદિર અને ગુજારી મહેલ છે. તેમાં મંદિર અને મ્યુઝિયમ પણ છે. આ એક રાજવી સ્મારક છે જે ભારતના સૌથી મોટા કિલ્લાઓમાંથી એક છે. આ કિલ્લાના મહત્વને યાદ રાખવા માટે તેના પર ડાક ટિકિટ પણ વિતરણ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના સૌથી પસંદગીના ટૂરિસ્ટ્સપ્લેસમાં ગ્વાલિયરના કિલ્લાનું નામ મોખરે છે. 

ગોલકોંડા કિલ્લોહૈદરાબાદ 

આંધ્રપ્રદેશના હૈદરાબાદ શહેરમાં ગોલકોંડા કિલ્લો કાકતિયા રાજાએ તૈયાર કરાવ્યો હતો. આ કિલ્લો પોતાના સમૃદ્ધ ઇતિહાસ અને રાજવી ભવ્ય સંરચનાના કારણે ઓળખાય છે. ગોલકુંડા કોલ્લૂર સરોવરની પાસે હિરાની ખાણ માટે પણ ફેમસ છે. આ કિલ્લાનેહૈદરાબાદના સાત આશ્ચર્યમાંથી એક ગણવામાં આવે છે. આ કિલ્લા સિવાય અહીં તમને ચારમીનારબિરલા મંદિરરામોજી ફિલ્મ સિટીહુસૈન સાગરસાલાગજંગ મ્યુઝિયમ અને મક્કા મસ્જિદ જેવા અનેક જોવાલાયક સ્થળો મળી જશે. 

જેસલમેર કિલ્લોરાજસ્થાન 
 
આ વિશ્વના સૌથી મોટાં કિલ્લાઓમાંથી એક ગણાય છે. રાજસ્થાનમાં આવેલા આ કિલ્લાને રાવલ જૈસવાલે તૈયાર કરાવ્યો હતો. થાર રણની વચ્ચે નિર્માણ કરાયેલા આ કિલ્લાને સોનાર કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેસલમેરમાં આવેલો આ ગોલ્ડન ફોર્ટ શહેરથી76 કિમીના અંતરે ત્રિકુડા પહાડી પર ત્રિકોણ આકારમાં બનાવવામાં આવ્યો છે. આ કિલ્લાને ભારતનો બીજો સૌથી પ્રાચીન કિલ્લો ગણાય છે. કિલ્લામાં જૈન મંદિર,રોયલ પેલેસ અને મોટાં દરવાજાઓ જોવાલાયક છે. જેસલમેર રણનું શહેર છે જે ત્રિકુટા પહાડીહવેલીઓ અને સરોવર માટે પ્રખ્યાત છે. 

લાલ કિલ્લોઆગ્રા 

ઉત્તર પ્રદેશના તાજમહેલથી કિમીના અંતરે લાલ કિલ્લો બનાવવામાં આ્યો છે. આ કિલ્લાને સિકંદરલોધીએ આગ્રાહમાં રહેવા માટે બનાવડાવ્યો હતો. આ કિલ્લાને યુનેસ્કોએ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. યમુના નદીના કિનારે બનાવવામાં આવેલા આ કિલ્લાને જોવા માટે અસંખ્ય ટૂરિસ્ટ્સ આવે છે. આ કિલ્લા સિવાય ઝાંસી કિલ્લો પોતાની કલાકારી માટે પ્રખ્યાત છે. ઝાંસીનો કિલ્લો મહારાણી લક્ષ્મીબાઇનો કિલ્લો છે. 

કાંગડા કિલ્લોહિમાચલ 
 
હિમાચલ પ્રદેશની કાંગડા ઘાટીમાં બાણગંગા અને માઝી નદીઓના સંગમ પર કાંગડાના શાહી પરિવારે આ કિલ્લાનું નિર્માણ કર્યુ હતું. આ કિલ્લો વિશ્વના સૌથી ફેમસપ્રાચીન કિલ્લાઓમાંથી એક છે. જે હિમાલયનો સૌથી મોટો અને ભારતનો સૌથી પ્રાચીન કિલ્લો છે અને તેમાં વજ્રેશ્વરી મંદિર છે. કિલ્લા અને મંદિરો સિવાય હિમાચલ પોતાની સુંદરતા માટે ફેમસ છે. કાંગડા શહેરની સુંદરતા જોવાલાય માટે તમે સડકના રસ્તે પણ જઇ શકો છો. હિમાચલની મોટાભાગની ઇમારતોની આસપાસધર્મશાળાઓ પણ મળી રહેશે. 

ચિત્તોડગઢ કિલ્લોરાજસ્થાન 

ચિત્તોડને કિલ્લાના શહેર તરીકે ઓળખવામાં આવે છે,અહીં તમને ભારતના સૌથી પ્રાચીન અને આકર્ષક કિલ્લાઓ જોવા મળશે. તેમાંથી એક છે ચિત્તોડનો કિલ્લો જે બેરાચ નદીના કિનારે બનાવવામાં આવ્યો છે. નદીના કિનારે સ્થિત હોવાના કારણે તેને પાણીનો કિલ્લો પણ કહેવામાં આવે છે. કારણ કે આ કિલ્લામાં 84 પાણીના સ્થળો છેજેમાંથી 24 આજના સમયમાં પણ સારી સ્થિતિમાં છે. આ કિલ્લો મહારાણા પ્રતાપની બહાદુરીની સાક્ષી પુરે છે. રાજસ્થાનમાં રાજપૂત ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છેજેને જૌહર મેલા નામથી ઓળખવામાં આવે છે. ચિત્તોડગઢના કિલ્લામાં બે પ્રખ્યાત જળાશય છે,જે વિજય સ્તંભ અને રાણા કુંભના નામે પ્રસિદ્ધ છે. આકિલ્લા સિવાય અહીં તમને અંબર કિલ્લોજયગઢ કિલ્લો અને તારાગઢ કિલ્લો છેજે જોવા માટે અસંખ્ય પર્યટકો આવે છે. 

પન્હાલા કિલ્લોમહારાષ્ટ્ર 

મહારાષ્ટ્રમાં કોલ્હાપુર પાસે સહ્યાદ્રી પર્વતમાં આ કિલ્લાને બનાવવામાં આવ્યો છે. આ કિલ્લો મરાઠા શાસકોની યાદ અપાવે છે. મહારાષ્ટ્રમાં મોટાભાગના કિલ્લાઓનું નિર્માણ શિવાજીના સમયમાં કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનો પુનડાર કિલ્લોબહાદુરગઢ કિલ્લો,અહમદગઢ કિલ્લો અને રત્નગઢ કિલ્લામાં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. આ કિલ્લાઓ ટ્રેકિંગ માટે ખૂબ જ ફેમસ છે. મહારાષ્ટ્રનો મુરુડ જિલ્લો જંજીરા અને સુંદર બીચ માટે ફેમસ છે. 

શ્રીરંગપટ્ટનમ કિલ્લોકર્ણાટક 
 
કર્ણાટકની પવિત્ર નદી કાવેરીની નજીક શ્રીરંગપટ્ટનમ કિલ્લો આવેલો છે. શ્રીરંગપટ્ટનમ કિલ્લો અને ટીપુ સુલ્તાનનો કિલ્લો કર્ણાટક રાજ્યના પ્રમુખ સ્મારકોમાંથી એક છે. આ કિલ્લા સિવાય અહીં જામા મસ્જિદદારિયા દૌલત ગાર્ડનશ્રીરંગપટ્ટનમ પક્ષી અભયારણ્ય અને ટીપુ સુલ્તાન મ્યુઝિયમ ટૂરિસ્ટ્સના આકર્ષણનું કેન્દ્ર છે. આ કિલ્લાને જોયા વગર કર્ણાટકની યાત્રા બેકાર છે. કર્ણાટકમાં બેલગામ કિલ્લો પણ પ્રખ્યાત છે. જે કર્ણાટકના પ્રાચીન અને ભવ્ય કિલ્લાઓમાંથી એક છે. 
Courtesy. Divyabhaskar Newspaper, Date 29.01.2015

માસવાઇઝ પોસ્ટ