Section 10 Empowers You With Sufficient Right To Save INCOME TAX [ સેક્શન ૧૦ ના અધિકારો જાણો, ઇન્કમ ટેક્સ બચાવો ]

        જયારે પણ ટેક્સ ભરવાની વાત આવે છે ત્યારે લોકો સૌથી પહેલાં ટેક્સમાં ક્યાંથી કેટલી છૂટ મળશે તેના વિશે વિચારવાનું શરૂ કરી દે છે. લોકો ઈચ્છે છે કે ઓછામાં ઓછો ટેક્સ  ભરવો પડે. પરંતુ ઘણા કિસ્સામાં એવું થતું નથી. પરંતુ ઘણા એવા રસ્તા છે જેમાં તમારી કમાણી પર કાયદાકીય રીતે ટેક્સ ચૂકવવામાંથી બચી શકાય છે.  
આજે ભાસ્કર તમને જણાવશે સેક્શન 10 વિશેજે અંતર્ગત તમે ટેક્સ ચૂકવવામાંથી બચી શકો છો. ઘણી વખત લોકોને તેના વિશે સંપૂર્ણ જાણકારી ન હોવાને કારણે પોતાની મહેનતની કમાણીનો એક મોટો હિસ્સો ઇનકમ ટેક્સના રૂપમાં ભરવો પડે છે. ઇનકમ ટેક્સ એક્ટ તરફથી તમામ ટેક્સ બચાવવા માટે ઘણા પ્રકારના ટુલ્સ આપવામાં આવ્યા છેજેમાંના કેટલાક ટુલ્સ સેક્શન 10અંતર્ગત પણ આવે છે. 

આવો જાણીએ કઈ આવક પર આ સેક્શન અંતર્ગત છૂટ મેળવી શકાય છે.

ખેતીની આવક

જો ખેતીની કોઈપણ પ્રકારની આવક થતી હોય તો તેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. જો વ્યક્તિની આવક ખેતી ઉપરાંત અન્ય રીતે થાય છે તો તેને નોનએગ્રીકલ્ચર આવક ગણવામાં આવે છેજે ટેક્સેબલ હોય છે. જોકેનોન એગ્રીકલ્ચરલ આવકની કુલ ગણતરીના સમયે ખેતીની આવક પણ સામેલ કરવામાં આવે છે.

લીવ  ટ્રાવેલ એલાઉન્સ (LTA)

લીવ ટ્રાવેલ એલાઉન્સ અંતર્ગત એક લિમિટ સુધી ઘરેલુ પ્રવાસમાં સેક્શન 10(5) અંતર્ગત છૂટ મળે છે. એક વ્યક્તિના પગારમાં લીવ ટ્રાવેલ એલાઉન્સની લિમિટપ્રમાણે આ છૂટ મળે છે.

જીવન વીમા પ્રીમિયમ

જીવન વીમા પ્રીમિયમમાં ભરવામાં આવેલ રકમ સેક્શન 10(10D) અંતર્ગત ટેક્સમાં સંપૂર્ણ છૂટ મળે છે. તેમાં મેચ્યોરિટી એમાઉન્ટ અને ડેથ ક્લેઇમ પણ સામેલ હોય છે.

ગ્રેચ્યુટી
કોઈપણ સરકારી કર્મચારી દ્વારા મળતી ગ્રેચ્યુટી રકમ પર ટેક્સમાં સંપૂર્ણ છૂટ મળે છે. ઉપરાંતજે પણ ગ્રેચ્યુટી એક્ટ અંતર્ગત આવે છેતેને આમાંથી જે સૌથી ઓછું હોય તેના પર છૂટ મળે છે.
  1. છેલ્લી વખત લેવામાં આવેલ પગારના આધારે દર વર્ષે 15 દિવસના પગાર પર ટેક્સમાં છૂટ
2. 10 લાખ રૂપિયા
3. મળેલ ગ્રેચ્યુટીની રકમ

જે લોકો ગ્રેચ્યુટી એક્ટ અંતર્ગત નથી આવતા તેમના આમાંથી જે ઓછી રકમ હોય તેના પર ટેક્સમાં છૂટ મળે છે.

1. દર વર્ષના 15 દિવસનો સરેરાશ આવક
2. 10 લાખ રૂપિયા
3. મળેલ ગ્રેચ્યુટી

બાકી રજાઓ માટે આપવામાં આવતી રકમ

સેક્શન 10 અંતર્ગત એક સરકારી કર્મચારીને નિવૃત્તીના સમયે તેની બાકી રજાઓ માટે આપવામાં આવતી રકમ સંપૂર્ણ ટેક્સ ફ્રી હોય છેપરંતુ જો વ્યક્તિ સરકારીકર્મચારી ન હોય તો તેવા કિસ્સામાં નીચેનામાંથી જે ઓછી રકમ હોય તેના પર ટેક્સમાં છૂટ મળે છે. 

1. અર્ન્ડ લીવ (મહિનાઓની સંખ્યા)ને સરેરાશ માસિક પગાર સાથે ગુણાકાર કરવા પર જે રકમ આવે તે.
2. સરેરાશ માસિક પગારને 10 લાખે ગુણવામાં આવે તે રકમ.
3. 3 લાખ રૂપિયા
4. બાકી રજાઓ માટે મળેલ રકમ.


કોમ્પ્યુટેડ પેંશન

સરકારી કર્મચારિઓ માટે કોમ્પ્યુટેડ પેંશન પર ટેક્સમાં સંપૂર્ણ છૂટ મળે છે. પરંતુ જો વ્યક્તિ સરકારી કર્મચારી ન હોય તો નીચે જણાવેલ જે સૌથી ઓછી રકમ હોય તેના પર છૂટ મળે છે.

1. જો મળેલ ગ્રેચ્યુટીની રકમ પેંશનની રકમનો ત્રીજા ભાગ સુધીની હોય.

2. જો ગ્રેચ્યુટી ન મળે તો પેંશનની અડધી રકમ.

VRS અંતર્ગત છૂટ
VRS અંતર્ગત મળેલ રકમ પર લાખ રૂપિયા સુધી ઇનકમ ટેક્સમાં છૂટ મળી શકે છે. 

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ દ્વારા મળે રકમ પર સેક્શન 10 અંતર્ગત ઇનકમ ટેક્સમાં છૂટ મળે છે. જોકેજો તમે વર્ષ કરતા ઓછો સમય નોકરી દ્વારા આ રકમ મેળવી છે તો આ રકમ પર પણ ટેક્સ લાગે છે. સાથે જ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ પણ તમે કેટલીક શર્તો બાદ જ ઉપાડ કરી શકો છો. 

હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)

આમાંથી જે રકમ ઓછી હોય તેના પર ટેક્સમાં છૂટ મળે છે.

1. મળતું એચઆરએ

2. ચૂકવવામાં આવેલ ભાડું- પગારના 10 ટકા

3. દિલ્હીમુંબઇકોલકાતા અને ચેન્નાઇ માટે પગારના 50ટકા તથા અન્ય જગ્યાએ માટે પગારના 40 ટકા.
મળેલ ડિવિડન્ડ

કોઈપણ કંપની દ્વારા મ્યુચ્યુઅલ ફંડ અથવા સ્ટોક્સ દ્વારા પ્રાપ્ત ડિવિડન્ડ પર ટેક્સમાં સંપૂર્ણ છૂટ મળે છે કારણે અહીં કંપની ટેક્સ ભરે છે.
એક વર્ષ કરતા વધારે સમય માટેની ઇક્વિટી પર

કોઈપણ ઇક્વિટીશેર અથવા મ્યુચ્યુઅલ ફંડ જે એક વર્ષ કરતા વધારે સમય સુધી તમારી પાસે હોય તો તેના પર ટેક્સમાં છૂટ મળે છે. તેને લોંગ ટર્મ કેપિટલ ગેઈન પણ કહેવામાં આવે છે.

સુપર એન્યુએશન ફંડ (પેંશન) 

કોઈપણ વ્યક્તિ દ્વારા મળતું એપ્રુવ્ડ પેંશન પર ટેક્સમાં સંપૂર્ણ છૂટ મળે છે.


ટ્રાન્સપોર્ટ એલાઉન્સ

ટ્રાન્સપોર્ટ એલાઉન્સ તરીકે દર મહિને 800 રૂપિયા સુધીની છૂટ મળી શકે છે જે વાર્ષિક 9,600 રૂપિયા થાય છે. અહીં પર ટ્રાન્સપોર્ટ એલાઉન્સનો મતલબ એ રકમ સાથે છે.  જે ઘરથી લઇને ઓફિસ સુધી આવવા જવામા ખર્ચ કર્યો હોય.

બાળકોનું શિક્ષણ અને હોસ્ટેલ એલાઉન્સ

બાળકો સુધી દર મહિને 100 રૂપિયા પર ટેક્સમાં સંપૂર્ણ છૂટ મળે છે. તેવી જ રીતે બે બાળકો માટે દર મહિને 300રૂપિયા હોસ્ટેલ ફીમાં છૂટ મળે છે. 

સિક્યોરિટીઝ પર વ્યાજ

સર્ટિફિકેટબોન્ડ અને ડિપોઝિટ જેવી સિક્યોરિટીઝ પર મળતું વ્યાજપ્રીમિયમ વગેરે પર ટેક્સમાં છૂટ મળે છે.
Courtesy. Divyabhaskar Newspaper, Date 06.02.2015

માસવાઇઝ પોસ્ટ