MOBILE

ડેટા કેબલ દ્વારા એન્ડ્રોઈડ ફોનમાંથી કમ્પ્યુટર/લેપટોપમાં ઈન્ટરકેમ કેમ ચલાવશો?

નમસ્તે,
એન્ડ્રોઈડ મોબાઈલ ફોનનું ઈન્ટરનેટ તમારા કમ્પ્યુટરમાં ચલાવો સહેલાઈથી. અહી તમારા ડેટા કેબલનો ઉપયોગ કરી શકાય છે. WIFI કરતા પણ આ રીત સહેલી પડે છે. તો વાંચો નીચેના સ્ટેપ.

● સ્ટેપ 1 :- સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ફોનને કમ્પ્યુટર/લેપટોપ સાથે ડેટા કેબલથી કનેક્ટ કરો.

● સ્ટેપ 2 :- હવે તમારા ફોનમાં Mobile Hotspot શરૂ કરો. તે Tethering and Mobile Hotspot સેટીંગમાં આવશે.

● સ્ટેપ 3 :- હવે ઉપરના જ ઓપ્શનમાં USB Thetering હશે. તેમાં ટિક કરી તેને on કરો.

● સ્ટેપ 4 :- હવે તમારું ઈન્ટરનેટ કમ્પ્યુટર/લેપટોપમાં વાપરવા માટે તૈયાર છે.

આમ સહેલાઈથી તમે તમારા ફોનનું નેટ વાપરી શકો છો. એ પણ ડેટા કેબલ દ્વારા. યાદ રહે મોબાઈલમાં 3g/4g ડેટા પેક હશે તો જ સારી સ્પીડ આવશે.


Appsને કરો બંધ

સ્માર્ટફોનને જ્યારે પણ ચાર્જ પર લગાવવામાં આવે છે ત્યારે એપ્સને બંધ કરી દેવાશક્ય હોય તો ઇન્ટરનેટ પણ બંધ કરી દો. આમ કરવાથી ફોનની બેટરીને જલ્દી ચાર્જ કરી શકાય છે. ફોનના ઉપયોગ દરમિયાન પણ નકામા એપને બંધ કરી દેવા જરૂરી હોય છે. અનેક એપ્સ હોય છે ફોનમાં જે બેકગ્રાઉન્ડમાં ચાલતા રહે છે. તેની અસર સીધી તમારા ફોનની બેટરી પર પડે છે.

ફોનને કરો બંધ

ફોનને સ્વિચ ઓફ કરીને ચાર્જ કરવાથી તમારા ફોનની બેટરીની ચાર્જિંગ સ્પીડ વધે છે. એક અન્ય અને ખાસ વાત એ કે જ્યારે ફોન ચાર્જ થતો હોય ત્યારે તેને વારંવાર ચેક કરવો નહીં કે તે કેટલો ચાર્જ થયો છે.

એરોપ્લેન મોડનો કરો ઉપયોગ

ફોનને ચાર્જમાં લગાવતા પહેલાં અને પછી જલ્દીથી બેટરી ચાર્જ કરવાનો આ સારો અવસર છે. ફોનને એરોપ્લેન મોડમાં રાખો. આ સાચું ચે કે તેનાથી તમારા ફોનને દરેક વાયરલેસ નેટવર્ક ડિસેબલ થઇ શકે છે. તેને ઝડપથી ચાર્જ કરવાનો આ સરળ રસ્તો છે. તેનાથી બેટરી ચાર્જિંગની સ્પીડ પણ સારી રીતે વધારી શકાય છે.

 ઉપાય એ સમયે કામમાં આવી શકે છે જ્યારે તમને બહાર કાઢી લેવામાં આવ્યા હોય અને ફોનની બેટરી ડેડ થઇ ગઇ હોય. જોવા મળ્યું છે કે એરોપ્લેન મોડ પર ફોનને ચાર્જ કરવા પર આ 4થી 11 ટકા સુધી જલ્દી ચાર્જ થાય છે. ફોનને 50 ટકા ચાર્જ કરેલો હોય તો પણ બેટરી ઝડપથી ચાર્જ થઇ  જાય છે.

GPSને પણ કરો બંધ

એપની સાથે જ્યારે પણ ફોનને ચાર્જ પર લગાવો છો ત્યારે જીપીએસને બંધ કરી દેવું. સાચા અર્થમાં આ સૌથી વધારે બેટરી રન કરનારું એપ છે. જ્યાં જરૂરી હોય ત્યાં જજીપીએસને ઓન કરો.
Source Divyabhasakar Newspaper, Date 09.01.2015
  છ મહિના સુધી ચાર્જ રહેશે ફોન, જાણો ગેઝેટ્સ ની બેટરી લાઈફ વધારવાની 6 ટીપ્સ
 . . . .  સ્માર્ટફોન આવવાથી એક નવું ફીચર્સ આવી ગયું છે. જયારે બીજી બાજુ બેટરી ડીસ્ચાર્જ થવાની સમસ્યા વધારે થવા લાગી છે. જરૂરી કોલ કરતી વખતે જો બેટરી પૂરી થઈ જાય તો એ વધારે નિરાશાજનક લાગે છે.
પરંતુ થોડી સાવધાનીથી અમે તમારા મોબાઈલ અને લેપટોપની બેટરી લાઈફ વધારી શકીએ છીએ. અમે તમને બતાવી રહ્યા છીએ કે બેટરી લાઈફ વધારવાની ખાસ ટીપ્સ.

   જો ડિવાઈસને રાખવું હોય લાંબો સમય સુધી બંધ:
જો તમારે તમારા ડિવાઈસને લાબા સમય સુધી બંધ રાખી રહ્યા છો તો આ જોઈલો કે ડિવાઈસની બેટલી 50ટકા સુધી ચાર્જ છે કે નહીં. જો ડિવાઈસને ચેક કરી લો કેતેની બેટરી ઓછામાં ઓછી હાફ માર્ક સુધી ચાર્જ હોય. અને પછી ડિવાઈસને 32 ડિગ્રી સેલ્સિયસની નીચે ઠંડા તાપમાનવાળી જગ્યાએ મૂકી દો. આ રીતે ડિવાઈસ 6મહિના સુધી ચાર્જ રહી શકે છે. વિકિહાઉ (Wikihow)વેબસાઈટના જણાવ્યા અનુસાર લીથિયમ બેટરી (વધારેમાં વધારે સ્માર્ટફોન્સની સાથે આવનાર બેટરી)ને ઓછા વોલ્ટેજ વાળી જગ્યામાં રાખો. સ્ટોરની ઘણી બેટરી જો ખોટી જગ્યા મૂકવામાં આવે તો તે ફૂલી શકે છે.

અલ્ટ્રા ફાસ્ટ ચાર્જરનો ન કરવો ઉપયોગ
અલ્ટ્રા ફાસ્ટ ચાર્જરની મદદથી આપણે ડિવાઇસને ઝડપખી ચાર્જ કરી શકીએ છીએપરંતુ તે બેટરીનું આયુષ્ય ઘટાડી શકે છે. ડિવાઇસને રેગ્યલર ચાર્જરથી ચાર્જ કરવું. અલ્ટ્રા ફાસ્ટ ચાર્જર અને પોર્ટેબલ ચાર્જરના ઉપયોગથી બેટરીનો ટોકટાઇમ અને સ્ટેન્ડબાય ટાઇમ પણ ઘટી શકે છે.

હાલ બજારમાં આવેલી પાવર બેંક એક્સેસરીઝ જેમ કે Miપોર્ટેબલ ચાર્જર ફોનને ઝડપથી ચાર્જ તો કરીદે છેપરંતુ તેનાથી ફોનની બેટરીને નુક્સાન પણ થાય છે. તે માટે ધ્યાન રાખવુ કે આવા પોર્ટેબલ ચાર્જરનો ઉપયોગ ન કરવો.

ન કરો ફુલ ડિસ્ચાર્જ
ઘણા જાણકાર સલાહ આપે છે કે ડિવાઇસને ફુલ ડિસ્ચાર્જ કરીને જ તેને ચાર્જ કરવું જોઇએ. પરંતુ ઘણીવાર જોવા મળે છે કે પાર્શિયલ ડિસ્ચાર્જ ફુલ ડિસ્ચાર્જ કરતા સારૂ રહે છે. જેના માટે ડિવાઇસની બેટરીને 40થી 80 ટકાની વચ્ચે રાખવામાં આવતુ હોય છે. એટલે કે ડિસ્ચાર્જ બેટરીને પહેલા 40 ટકા સુધી ચાર્જ કરીલો ત્યાર બાદ ચાર્જિંગ બંધ કરીદો ત્યાર બાદ થોડીવાર પછી 80 ટકા સુધી ચાર્જ કરીલો. જો તમે બહાર જઇ રહ્યા છો અને ફોનને ચાર્જ નહીં કરી શકો તો ડિવાઇસને 100 ટકા સુધી ચાર્જ કરી લો.

ન કરો ઓવર ચાર્જિંગ
ફોન ફુલ ચાર્જ થયા બાદ તેનું ચાર્જર કાઢી લોતેને વધુ સમય માટે ચાર્જિંગમાં ન રાખો. ઓવરચાર્જિંગ ફોનની બેટરી માટે હાનિકારક છે ઘણા ફોન નિર્માતા કમ્પનીઓએએક મર્યાદા જાળવી રાખી છે કે તેને વધારે ચાર્જ કરવાથી બેટરી લાઇફ પ્રભાવિત થાય છે. લિથિયમ આયન બેટરી ઓવરચાર્જ સહન કરી શકતુ નથી.

લેપટોપને હંમેશા ચાર્જ હોવા છતા પણ ચાર્જર લગાવેલુ રાખે છે અને તેના પર કામ કરે છે. વધારે સમય સુધી તેવું કરવાથી બેટરી લાઇફ ઓછી થઇ શકે છે. સારુ રહેશે કેલેપટોપની બેટરીને 40 ટકા સુધી ચાર્જિંગ રાખો. તેનાથી ઓછું થાય તો ચાર્જિંગ કરવુ જરૂરી છે.

નકલી ચાર્જરનો ન કરો ઉપયોગ
તમે તેવા વ્યક્તિથી પરિચિત હશો કે જે બ્રાન્ડેડ ચાર્જરના નામ પર રસ્તામાં વહેંચનારા ચાર્જરનો ઉપયોગ કરે છે પરંતુ એવું ન કરવું જોઇએ. આ સસ્તા ચાર્જર ફોનની બેટરી ખરાબ કરી શકે છે સાથે સાથે તમને પણ નુક્સાન પહોંચાડી શકે છે. તમે ઘણીવાર અચાનક બેટરીના વિસ્ફોટ વિશે સાંભળ્યુ હશે. આવી ઘટનાનું કારણ નકલી ચાર્જર પણ છે.

તાપમાનની રાખો કાળજી
ડિવાઇસ પર આસપાસના વાતવરણનો ઘણો પ્રભાવ પડે છે. જો તમે ડિગ્રી સેલ્સિયસથી નીચે અથવા 35ડિગ્રી સેલ્સિયસથી વધુના તાપમાનમાં હશો તો બેટરી વધુ ઝડપથી ઉતરી જશે. ઉપરાંત વધુ તડકાની અસર પણ ડિવાઇસ પર પડી શકે છે. તેનાથી ડિવાઇસ ગરમ થઇ જાય છે અને બેટરીની પ્રોડક્ટિવિટી પણ ઘટવા લાગે છે. તેથી તમારા ફોન કે ટેબલેટને સુરજની ગરમીથી દૂર રાખો. ઠંડીના પ્રમાણમાં ગરમી ફોનને વધુ નુક્સાનપહોંચાડે છે. લેપટોપનો જેટલો ઉપયોગ કરવામાં આવે છે તેટલી તેની બેટરી ગરમ થતી જાય છે. તે માટે લેપટોપ બેટરીના કૂલિંગ માટે કઇંક ને કઇંક પદ્ધતિ કરવી.લેપટોપને તમારા શરિરના ટચથી દૂર રાખો.
Source Divyabhasakar  .8.1.2015
❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ 

 તમે કોઇને મેસેજ કરશો તો તમારો નંબર રીસિવર્સને ખ્યાલ આવશે નહીં. આ એક એવી ટ્રિક છે જેનાથી તમે કોઇપણ વોટ્સઅપના નંબરને મેસેજ મોકલી શકો છો,અને તમારો નંબર શો થશે નહીં. તેના માટે કોઇ એપની જરૂર રહેશે નહીંઆ કામ યુઝર્સ ખૂબ જ સરળ રીતે કરી શકે તેમ છે. 

       વોટ્સઅપ પર મેસેજિંગ દરમિયાન ફોન નંબર છુપાવવાનો આ સરળ ઉપાય છે. સૌ પહેલાં તમે ફોનમાંથી વોટ્સઅપને અનઇન્સ્ટોલ કરોતેનાથી પહેલાં ફોનમાં રાખેલો ડેટાબેકઅપ લઇ લોત્યારબાદ વોટ્સઅપ કી ફ્રેસ કોફી ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો. 

વોટ્સઅપ ઇન્સ્ટોલ કર્યા બાદ ઓળખની રીતે ફોન નંબરને બદલે ઇમેલ એડ્રેસ નાંખો. આ માટે તમારા ફોન એયરપ્લેન મોડમાંટર્ન ઓન કરવાનો રહેશેઆમ કરવાથી મોબાઇલ ફોન કેરિયર અને વોટ્સઅપ સર્વરનીવચ્ચે કમ્યુનિકેશન ડિસેબલ થશે અને ત્યારબાદ તમે એક સ્કૂફેડ નંબર જનરેટ થશે જેનાથી તમે વોટ્સઅપ યુઝરથી કનેક્ટ થઇને મેસેજિંગ કરી  શકો છો. સામેના યુઝર આ સ્ફૂફેડ નંબરને જોઇ શકશે નહીં અને સાથે તમારો ઓરિજિનલ નંબર પણ સેફ રહેશે.


સૌજન્ય : દિવ્યભાસ્કર ગુજરાતી ન્યુઝપેપર, તારીખ. ૨૧.૧૨.૨૦૧૪માસવાઇઝ પોસ્ટ