વિદ્યાદીપ યોજના


શાળામાં ભણતાં બાળકોનું અકસ્‍માતે મૃતયુ થાય ત્‍યારે તેનાં માતા-પિતા અને વાલીને આકસ્‍મિક આપત્તિમાં મદદરૂપ થવા માટેનો પ્રજાધર્મ બજાવવાનો સરકારનો હેતુ આ યોજના દાખલ કરવા પાછળનો છે.
.૮૫ લાખ વિદ્યાર્થીઓને ૨૪ કલાકનું વીમાકવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.

અકસ્‍માતે મૃતયુ પામતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલીને રૂ. ૨૫,૦૦૦ ની વીમાની રકમ ચૂકવવામાં આવે છે.

વિદ્યાદીપ વીમા યોજનાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.

વિદ્યાદિપ યોજના

અ.નુ.યોજનાનું નામવિદ્યાદિપ યોજના
યોજના કયારે શરૂ થઇગુજરાત રાજયમાં ર૬મી જાન્યુઆરી-ર૦૦૧ ના રોજ મહા વિનાશકારી ભૂકંપ થયો હતો તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો મુત્યુ પામ્યા હતાં આ વિનાશકારી ભૂકંપમાં ભોગ બનેલા બાળકોની સમૃતિમાં રાજય સરકારે વિદ્યાદીપ યોજના અમલમાં મૂકી છે, વર્ષ ર૦૦ર/ર૦૦૩ થી આ યોજનાની શરૂઆત થયેલ છે.
યોજનાનો હેતુઆ યોજનાનો ઉદેશ પ્રાથમિક , માઘ્યમીક અને ઉચ્ચતર માઘ્યમીક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના અકસ્માતે થતાં અવસાનના કિસ્સામાં તેમના કુંટુંબને વીમાનું રક્ષણ પુરૂ પાડવાનું છે.
યોજના વિશે માહિતીપ્રાથમિક શિક્ષણ અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું આપઘાત કે કુદરતી મુત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે એટલે કે કુદરતી આફત જેવી કે ભુકંપ, પુર,વાવાઝોડું,આગ,રમખાણ,આકસ્મિક આગ,વીછીં અને સર્પ દંશ,વાહન અકસ્માત,પડી જવું,ડુબી જવું,ફુડ પોઈઝનીંગ,કુતરુ કે જંગલી પ્રાણી કરડવું,કે અન્ય કોઈ રીતે અકસ્માત દ્વારા ગમે તે સમયે ગમે ત્યારે(ર૪ કલાક દરમ્યાન) વિદાર્થીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં વીમાનું રક્ષણ આપવાનું નકકી થયેલ છે.
પ્રાથમિક શાળા/આશ્રમ શાળાઓના વિદ્યાર્થીના કિસ્સામાં રૂ.રપ,૦૦૦/- (રૂ. પચ્ચીસ હજાર પુરા)
માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમીક શાળાઓના વિદ્યાર્થીનાં કિસ્સામાં રૂ.પ૦,૦૦૦/-(રૂ.પચાસ હજાર પુરા) દાવો રજુ કરવા બાબત
નેશનલ ઈન્શયોરન્સ કંપની લી. ગાંધીનગરનાં જણાવ્યા મુજબ
(૧) એફ આઈ આર ની નકલ
(ર) પોસ્ટમોર્ટમ રિપોર્ટ
(૩)આચાર્યશ્રીનું પ્રમાણપત્ર
(૪)સરપંચશ્રી તથા અન્ય અગ્રણય વ્યકિતઓનું આ બનાવ અંગેનું પંચનામું
(પ)ગ્રામ્ય વિસ્તાર માટે ગામનાં તલાટી કમ મ્રત્રીશ્રીનું મરણ અંગેનું પ્રમાણપત્ર તેમજ શહેરી વિસ્તાર માટે મરણ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
(૬)એડવાન્સ રીસીપ્ટ વારસદારની સહી સાથે સરકારશ્રીએ નકકી કરેલ નમુનામાં (પરિશીષ્ટ-૧)મુજબ વારસદારને મૃત્યુની તારીખથી ૪પ દિવસની સમય મર્યાદામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,શાસનાધિકારીશ્રી,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,કે આશ્રમશાળા અધિકારીશ્રીને વિમાની દાવાની અરજી જરૂરી પ્રમાણપત્ર સાથે સીધી મોકલી આપવાની રહે છે.
વારસદારઃ- આ યોજના હેતુ માટે લાભાર્થીનાં વારસદાર તરીકે નીચે જણાવેલ વ્યકિત રહેશે.
મા-બાપ તેમની ગેર હયાતીમાં , ભાઈ,અપરણિત બહેન તેમની ગેર હયાતીમાં , તેમનાં કાયદેસરના વારસદાર
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો.આ યાજનાનો લાભ નિયત થયેલ વારસદારને મળે છે. વારસદાર દ્વારા સરકારશ્રી દ્વારા નકકી કરેલ નમુના (પરિશિષ્ટ-૧) મુજબ જરૂરી આધારો સાથે મૃત્યુથી ૪પ દિવસનાં સમય ગાળામાં લગત અધિકારીશ્રીને સીધી અરજી કરવાની હોય છે. પ્રાથમિક શિક્ષણ - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી -નગર પ્રાથમિક શિક્ષણઃ-શાસનાધિકારીશ્રી, માઘ્યમિક/ઉચ્ચતર શિક્ષણ - જિલ્લાશિક્ષણાધિકારીશ્રી -આશ્રમ શાળાઃ- આશ્રમ શાળાનાઅધિકારીશ્રી
યોજનાના લાભાર્થી માટેની લાયકાતચાલુ પ્રાથમિક શિક્ષણ લેતાં બાળકો આ પરિપત્ર સૂચવેલ આકસ્મિક મૃત્યુનાં કિસ્સામાં તેમનાં વારસદારો આ માટે લાયક છે. આ યોજનાં શરૂ થયાથી અત્યાર સુધીમાં આ તાલુકામાંથી ૧પ જેટલાં અવસાન પામેલ વિદ્યાર્થીઓની અરજીઓ વારસદાર દ્વારા કરવામાં આવેલ છે.આ અરજીઓ લગત વિમા કંપનીઓને મોકલવાની કાર્યવાહી/મંજુરીની કાર્યવાહી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા કરવામાં આવે છે.

માસવાઇઝ પોસ્ટ