AADHAR CARD

     
 E-AADHAAR CARD MATENI MAHITI PDF  CLICK HEHR 

  AADHAAR CARD Download karava mate CLICK HERE 


AADHAARCARD MA SUDHARO KARVANA STEP

@@@@@@@@@@@@@@@@@
  આપના કામની 10 મહત્વપૂર્ણ ચીજો, જેના માટે જરૂરી છે આધાર કાર્ડ

     ભારત સરકારના મહાત્વાકાંક્ષી આધાર કાર્ડ પ્રોજેકટ, ડિજિટલ ભારતના નવા સ્ટાન્ડર્ડ આઇડેન્ટિટી બનવા જઇ રહી છે. આવનારા સમયમાં આધાર કાર્ડ દરેક નાગરિક માટે માત્ર જરૂરી જ નહીં પરંતુ ઘણીબધી સરકારી સુવિધાઓ પણ તેના વગર ઉપયોગમાં નહીં લઇ શકાય. અત્યાર સુધી સરકારે 10 મહત્વપૂર્ણ કામો માટે આધાર કાર્ડને જરૂરી કરી દેવામાં આવ્યું છે આવો જાણીએ આપના કામની કઇ 10 મહત્વપૂર્ણ વસ્તુઓ માટે આધાર કાર્ડ જરૂરી થઇ જશે.

★આધાર કાર્ડ વગર નહીં મળે ગેસ સબ્સિડી
ગેસ સબસિડી સીધા તમારા કાતામાં મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી હશે. જો તમારી પાસે યૂનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ નહીં હોય તો આપને રાંધણગેસ સિલિન્ડર માટે સબ્સિડી નહીં મળે અને આપને ઉંચી કિંમતે ગેસ સિલિન્ડર ખરીદવો પડશે.

★આધાર કાર્ડથી બનશે પાસપોર્ટ
હાલમાં જ ભારત સરકારે નવો આદેશ જાહેર કરીને પાસપોર્ટ બનાવવા માટે આધાર કાર્ડને જરૂરી કરવા માટેના પ્રસ્તાવને પોતાની સહમતિ આપી દીધી છે. આને કેવાયસીની જેમ કામમાં લઇ શકાશે. જો આપની પાસે આ કાર્ડ નહીં હોય તો આપ આપનો પાસપોર્ટ નહીં બનાવી શકો.

★12 રૂપિયામાં ઉતરાવી શકશો વીમો
નાણાં મંત્રાલયે 12 રૂપિયામાં દુર્ઘટના વીમા કવર આપવાનો નિયમ નક્કી કર્યો છે. જે મુજબ જે વ્યક્તિની પાસે આધાર કાર્ડ અને તેની સાથે સંકળાયેલું બેન્ક ખાતુ હશે, તે તેનો ફાયદો ઉઠાવી શકશે. સ્કીમથી જોડાવા માટે અરજદારે 1 જૂન અગાઉ એક સાધારણ ફોર્મ ભરીને આપની બેન્કમાં જમા કરવું પડશે. ફોર્મમાં અરજદારે પોતાના આધાર કાર્ડથી લિંક બેન્ક ખાતાની વિગતો આપવી ફરજીયાત હશે.

★ડિજિટલ લોકર માટે
ડિજિટલ લોકર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામનો મહત્વનો હિસ્સો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેને ઇશ્યૂ કરે છે. આધાર કાર્ડ દ્ધારા ડિજિટલ લોકર લઇ શકાશે. આપના આધાર કાર્ડમાં આપનું ઇ-મેલ આઇડી અને મોબાઇલ ફોન નંબર જરૂર અપડેટ હોવું જોઇએ. ડિજિટલ લોકરની વેબસાઇટ દ્ધારા આપ તેને અપડેટ પણ કરી શકો છો.

★પાન કાર્ડ માટે
પાન કાર્ડ બનાવવા માટે પણ આધાર કાર્ડની જરૂર પડશે. હવે પાન કાર્ડ બનાવવા માટે આપને અલગથી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાની જરૂર નથી. આવકવેરા વિભાગે હવે સ્થાયી ખાતા સંખ્યા (પાન) ઇશ્યૂ કરવા માટે આધાર કાર્ડ સંબંધિત વ્યક્તિની ઓળખ અને સરનામાના પુરાવાની રીતે સ્વીકાર કરશે. આવકવેરા વિભાગે અત્યાર સુધી ઓળખના પુરાવાની રીતે મતદાતા ઓળખપત્ર, રેશનિંગ કાર્ડ, પાસપોર્ટ, વાહન લાયસન્સ, શસ્ત્ર લાયસન્સ અને સાર્વજનિક સેકટરના ઉપક્રમ અથવા સરકાર દ્ધારા ઓળખ પત્રને સ્વીકારાતું હતું.

★બેન્ક ખાતા ખોલવા માટે
બેન્ક એકાઉન્ટ ખોલવા માટે આધાર કાર્ડ જરૂરી થઇ જશે. દેશની સૌથી મોટી બેન્કે આધાર વગર ખાતા ખોલવાનો ઇન્કાર કરી દીધો છે. આધારને ખાતાધારકની આઇડેન્ટિટી પ્રૂફ તરીકે ઉપયોગ કરવામાં આવશે. સાથે જ તેને બેન્ક ખાતા સાથે લિંક કરવામાં આવશે. જેનાથી સરકારી કામો માટે જરૂરી આધાર કાર્ડને બાદમાં બેન્ક ખાતા સાથે જોડવાની ઝંઝટથી મુક્તિ મળી જશે.

★સરકારી કર્મચારીઓ માટે હશે મહત્વપૂર્ણ
સરકારી કર્મચારીઓ માટે બાયોમેટ્રિક પ્રેજન્સનો પ્રસ્તાવ લાવનારી મોદી સરકારે આધાર કાર્ડને કર્મચારીઓની હાજરી બુક સાથે કનેક્ટ કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. કેટલાક મંત્રાલયોમાં બાયોમેટ્રિક મશીનોથી હાજરી પુરાવા લાગી છે. સરકારનો ઉદ્દેશ તેને દરેક સરકારી વિભાગોમાં લાગુ કરવાનો છે.

★નહીં ખરીદી શકો નવું વાહન
આંધ્રપ્રદેશ સરકાર દ્ધારા ઇશ્યૂ કરવામાં આવેલા નવા આદેશ મુજબ નવું વાહન ખરીદવા માટે આધાર કાર્ડ આવશ્યક છે. આધાર કાર્ડ નહીં હોય તો આપ નવું વાહન તો શું ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહીં બનાવી શકો. આંધ્ર પછી દિલ્હી સરકાર પણ આ મહત્વપૂર્ણ યોજનાને નવા વાહનોની ખરીદી માટે જરૂરી કરવા જઇ રહી છે.

★આધાર કાર્ડથી મળશે નવું સિમકાર્ડ
ભારત સરકાર આધાર કાર્ડને નવા સિમકાર્ડ સાથે કનેકટ કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરી છે. જો આમ થશે તો આપને નવું સિમકાર્ડ લેવા માટે આધાર કાર્ડની કોપી એપ્લીકેશનની સાથે જોડવી પડશે.

★આધાર કાર્ડ બનશે આપની ડિજીટલ ઓળખ
અમેરિકાની જેમ જ બાયોમેટ્રિક પ્રણાલી પર તૈયાર કરવામાં આવી. આધાર કાર્ડ આવનારા સમયમાં દરેક વ્યક્તિની ઓળખ બનશે. આમાં હાથોની આંગળીઓ તથા આંખોની ઓળખ રજિસ્ટર થવાના કારણે કોઇપણ તેની સાથે છેડછાડ નહીં કરી શકે. સાથે જ આખી વિગતો ઓનલાઇન સર્વર પર રહેશે. એવામાં જયારે પણ જરૂર પડશે ત્યારે જે તે વ્યક્તિની ઓળખ સરળ થઇ જશે.

★આવી રીતે બનાવો આધાર કાર્ડઃ આધાર કાર્ડ બનાવવું છે બિલકુલ સરળ. આના માટે સરકાર સ્થાનિક સ્તરે પણ કેમ્પ પણ લગાવી રહી છે જયાં જઇને આપ જરૂરી કાર્યવાહી પૂરી કરીને પોતાનું આધાર કાર્ડ બનાવી શકો છો. એક વ્યક્તિના આધાર કાર્ડની કાર્યવાહી પૂરી કરવામાં લગભગ 10 મિનિટથી 20 મિનિટ સુધીનો સમય લાગે છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી કાર્યકર્તા દ્ધારા આપને એક રસીદ આપવામાં આવે છે જેને આપ આપનું આધાર કાર્ડ પ્રાપ્ત કરી શકો છો.

★ઓનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો આધાર કાર્ડઃ સામાન્ય રીતે અરજી કર્યાના 2 થી 4 મહિનામાં આપનું કાર્ડ આપના ઘરે આવી જાય છે. જો આપને જલદી જોઇએ તો આપ આપના કાર્યકર્તા દ્ધારા આપવામાં આવેલી રસીદ પર આપવામાં આવેલા નંબરથી આપ આપનું કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

★કોઇની સાથે શેર ન કરો આધાર કાર્ડની ડિટેલઃ ભારત સરકાર તેને બધા નાગરિકો માટે ડિજીટલ ઓળખના રૂપમાં અનિવાર્ય બનાવવા જઇ રહી છે, તે મહત્વનું છે કે આપ તેને કોઇની સાથે શેર ન કરો. આમ કરવાથી આપની પર્સનલ ડિટેલ્સ અપરાધિઓના હાથમાં આવી શકે છે અને તેનો ખોટો ઉપયોગ થઇ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


★★★★★★★★★★★★★★★★★★

घर बैठे एक क्लिक पर सही हो जाएगा 'आधार', पढ़ें क्या है ऑनलाइन प्रक्रिया

आधार सुधारने की ऑनलाइन प्रक्रिया
> uidai.gov.in वेबसाइट पर जाकर आधार लिंक पर क्लिक करने पर डेस्कटॉप पर नया पेज खुलेगा।
>  बाईं ओर नीचे लिखे your aadhaar data पर क्लिक करें।
>  यहां अपडेट करने की जानकारी मांगी जाएगी। नीचे दिए लिंक पर क्लिक करने पर नया पेज खुलेगा। इसमें ‘सब्मिट योर अपडेट’ कनेक्शन करना होगा।
>  ‘एंटर योर आधार नंबर’ पर अपना आधार नंबर डालें।
>  टेक्स्ट वेरिफिकेशन में स्क्रीन पर दिखाए गए स्पेशल कैरेक्टर डालें और ओटीपी पर क्लिक करें।

इसके अगले पेज पर मोबाइल नंबर फीड करने के निर्देश मिलेंगे। कुछ ही देर में इन मोबाइल नंबर पर मैसेज कोड आएगा। यह आपको अपनी स्क्रीन के निर्धारित बॉक्स में फीड करना होगा। इसके बाद वेबसाइट लॉग इन कर दें।
>  डाटा अपडेट पर क्लिक करने के बाद प्रोसेस्ड पर क्लिक करने पर जरूरी दस्तावेज अपलोड के निर्देश प्राप्त होंगे।
>  इसके बाद कंफर्म पर क्लिक करने के आदेश मिलेंगे। फिर बीपीओ सर्विस प्रोवाइडर पर क्लिक करें। जहां साइड पर लिखे एजिस और कार्विस को चुनकर सबमिट करना होगा।
>  अपडेट होने पर मोबाइल में मैसेज आ जाएगा। इसमें आपको ‘यूआरएन’ नंबर मिलेगा। अपडेट स्टेटस पर आधार कार्ड नंबर और यूआरएन टाइप करना होगा।  

માસવાઇઝ પોસ્ટ