Do you want to write in SHRUTI TRANSLATOR KEYBOARD. So don't worry. I'll give you a PDF sheet it will be useful to you to write different letters in Shruti. Some friends have complained to write different letters in Shruti. Print out this sheet and put before you, when you type in shruti. I'm sure you will write easily in Shruti Fonts. To download click under mentioned link.
જો તમે LMG ફોન્ટમાં ટાઈપ કર્યું હોય અને તમારે shruti ફોન્ટમાં ફેરવવું હોય, અથવા તમને LMG ફોન્ટમાં જ ટાઈપ ફાવતું હોય પણ શ્રુતિમાં લખાણ જોઈતું હોય તો એક સરસ સોફ્ટવેર મળ્યો છે.
LMG To Shruti Converter
આ સોફ્ટવેર ખુબ નાનો છે. પણ કામનો છે. માત્ર 301.41 KB ની ઝીપ ફાઈલ ડાઉનલોડ કરો, તેને Extract કરો. અને ઇન્સ્ટોલ કરો. ડાબીબાજુ LMG લખાણ ટાઈપ કરો, અથવા પેસ્ટ કરો. ત્યારબાદ કન્ટ્રોલ U પ્રેસ કરશો એટલે સામે જમણી બાજુ શ્રુતિમાં લખાણ આવી જશે.
કેટલીક શોર્ટકટ કી આપી છે, જે આપણા કામને ઝડપી અને સરળ બનાવે છે. માઉસ વડે કામ કરવાને બદલે અમુક કીનો ઉપયોગ કરવાની ટેવ પાડવામાં આવે તો ખુબ ઉપયોગી થાય.દરેક કીનો ઉપયોગ કરી જુઓ અને આપને કાયમી કામ લાગશે.
Ctrl + C
આ કી લખાણ કે ફાઈલ કે કોઈ ફોલ્ડરની કોપી કરવામાં ઉપયોગ થાય છે.
Ctrl + V Shift + Insert
આ કીનો ઉપયોગ કોપી કરેલ લખાણ કે ફાઈલ મુકવા(પેસ્ટ કરવા) થાય છે.
Ctrl + Z અથવા Ctrl + Y
આ કી ખાસ કોઈ ટાઈપ કરતા ભૂલ થાય ત્યારે ફરી પાછું મેળવવા થાય છે.
Ctrl + F
કોઈ ચોક્કસ વર્ડ શોધવા કામ લાગે છે. વર્ડ, એક્સેલ માં ખુબ સારું કામ આપે છે.
Alt + Tab અથવા Ctrl + Tab
બંને કીનો ઉપયોગ જુદો જુદો છે. Alt + Tab તમે અલ્ટર દબાવી પછી ટેબ દબાવશો, એટલે એક સાથે જેટલા પ્રોગ્રામ ખોલ્યા હશે તેને એક પછી એક જોઈ શકશો, અને જેતે ખોલેલા પ્રોગ્રામ પર સીધા જઈ શકશો. આ જ કામ માઉસથી કરશો તો સમય વધુ લાગશે. હવે બીજી કી (Ctrl + Tab ) ની વિગત જોઈએ.
તમે ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સમાં કામ કરતા હો અને એક સાથે ઘણી બધી ટેબ ખોલી નાખી હોય તો જે તે ટેબ પર જવા માટે ઝડપથી જઈ શકશો.
આ ઉપરાંત Windows + Tabકી પણ વિન્ડો- 7માં ઉપયોગ કરી શકો.
Ctrl + backspace અનેCtrl + -> તથા Ctrl + <-
આ Ctrl + backspace કી આખો શબ્દ ડીલીટ કરવામાં મદદ કરશે.
એજ રીતે એક શબ્દ આગળ-પાછળ જવા માટે Ctrl + -> તથા Ctrl + <- કી નો ઉપયોગ થાય છે.
Ctrl + S
આ કી કોઈ પણ ડોક્યુમેન્ટ સેવ કરવા માટે વપરાય છે.
Ctrl + Home અને Ctrl + End
પેલી કી જે ડોક્યુમેન્ટમાં કામ કરતા હો તે ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવા માટે અને બીજી કી છેક અંત ભાગમાં પહોચવા માટે ઉપયોગ થાય છે.
Ctrl + P
જે પ્રોગ્રામ ખુલ્લો હોય તેને પ્રિન્ટ કરવા આ કી વપરાય છે.
Shift રાઈટ એરો કી અનેShift લેફ્ટ એરો કી
ઘણી વખત માઉસથી સિલેક્ટ કરવામાં મુશ્કેલી પડે છે, ત્યારે જેટલું સિલેક્ટ કરવું હોય તેટલું શિફ્ટ દબાવી એરો કી પ્રેસ કરતા જાઓ તેટલો ભાગ સિલેક્ટ થતો જશે. અને એજ રીતે શિફ્ટ સાથે અપ અને ડાઉન એરો કી થી આખી લાઈન સીલેત થશે.
તો મિત્રો, એજ્યુસફરના માધ્યમથી આપણે મળ્યા છીએ. હા, આ દસ કી આપના કામને સરળ બનાવશે.
ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.
હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.