Useful 10 Keyboard shortcut key

ઉપયોગી દસ કીબોર્ડ શોર્ટકટ કી



   કેટલીક શોર્ટકટ કી આપી છે, જે આપણા કામને ઝડપી અને સરળ બનાવે છે. માઉસ વડે કામ કરવાને બદલે અમુક કીનો ઉપયોગ કરવાની  ટેવ પાડવામાં આવે તો ખુબ ઉપયોગી થાય. દરેક કીનો ઉપયોગ કરી જુઓ અને આપને કાયમી કામ લાગશે.
Ctrl + C
આ કી લખાણ કે ફાઈલ કે કોઈ ફોલ્ડરની કોપી કરવામાં ઉપયોગ થાય છે.
Ctrl + V Shift + Insert
આ કીનો ઉપયોગ કોપી કરેલ લખાણ કે ફાઈલ મુકવા(પેસ્ટ કરવા) થાય છે.
Ctrl + Z  અથવા Ctrl + Y
આ કી ખાસ કોઈ ટાઈપ કરતા ભૂલ થાય ત્યારે ફરી પાછું મેળવવા થાય છે.
Ctrl + F
કોઈ ચોક્કસ વર્ડ શોધવા કામ લાગે છે. વર્ડ, એક્સેલ માં ખુબ સારું કામ આપે છે.
Alt + Tab અથવા Ctrl + Tab
બંને કીનો ઉપયોગ જુદો જુદો છે. Alt + Tab તમે અલ્ટર દબાવી પછી ટેબ દબાવશો, એટલે એક સાથે જેટલા પ્રોગ્રામ ખોલ્યા હશે તેને એક પછી એક જોઈ શકશો, અને જેતે ખોલેલા પ્રોગ્રામ પર સીધા જઈ શકશો. આ જ કામ માઉસથી કરશો તો સમય વધુ લાગશે. હવે બીજી કી (Ctrl + Tab ) ની વિગત જોઈએ.
તમે ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સમાં કામ કરતા હો અને એક સાથે ઘણી બધી ટેબ ખોલી નાખી હોય તો જે તે ટેબ પર જવા માટે ઝડપથી જઈ શકશો.
આ ઉપરાંત Windows + Tabકી પણ વિન્ડો- 7માં ઉપયોગ કરી શકો.
Ctrl + backspace  અનેCtrl + -> તથા Ctrl + <-
આ Ctrl + backspace કી આખો શબ્દ ડીલીટ કરવામાં મદદ કરશે.
  એજ રીતે એક શબ્દ આગળ-પાછળ જવા માટે Ctrl + -> તથા Ctrl + <- કી નો ઉપયોગ થાય છે.
Ctrl + S
આ કી કોઈ પણ ડોક્યુમેન્ટ સેવ કરવા માટે વપરાય છે.
Ctrl + Home  અને Ctrl + End
પેલી કી જે ડોક્યુમેન્ટમાં કામ કરતા હો તે ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવા માટે અને બીજી કી છેક અંત ભાગમાં પહોચવા માટે ઉપયોગ થાય છે.
Ctrl + P
જે પ્રોગ્રામ ખુલ્લો હોય તેને પ્રિન્ટ કરવા આ કી વપરાય છે.
Shift રાઈટ એરો કી અનેShift લેફ્ટ એરો કી
ઘણી વખત માઉસથી સિલેક્ટ કરવામાં મુશ્કેલી પડે છે, ત્યારે જેટલું સિલેક્ટ કરવું હોય તેટલું શિફ્ટ દબાવી એરો કી પ્રેસ કરતા જાઓ તેટલો ભાગ સિલેક્ટ થતો જશે. અને એજ રીતે શિફ્ટ સાથે અપ અને ડાઉન એરો કી થી આખી લાઈન સીલેત થશે.

તો મિત્રો, એજ્યુસફરના માધ્યમથી આપણે મળ્યા છીએ. હા, આ દસ કી આપના કામને સરળ બનાવશે.

માસવાઇઝ પોસ્ટ